Ration Card E-KYC: હવે ઘેર બેઠા તમારા મોબાઇલથી રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ-કેવાયસી કરવું એકદમ સરળ
Ration Card E-KYC: હવે ઘેર બેઠા તમારા મોબાઇલથી રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ-કેવાયસી કરવું એકદમ સરળ.
Ration Card E-KYC: હાલ ગુજરાતમાં રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે રેશનકાર્ડ ગ્રાહકો વિવિધ જગ્યાઓએ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. જેમને પણ હજુ Ration Card E-KYC કર્યું નહિ તમેના માટે આ આર્ટીકલ અવશ્ય એકવાર વાંચવો.
રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ઈ-કેવાયસી
Ration Card E-KYC: રેશનકાર્ડ ઈ-કેવાયસી કઈ રીતે કરવું? અને એ પણ ઘેર બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કઈ રીતે કરવું અમે અહી તમને આ આર્ટીકલમાં જણાવીશું. જે એકદમ સરળતાથી ઘેર બેઠા તમે તમારા મોબાઇલથી કરી શકશો.
રેશનકાર્ડ ઈ-કેવાયસી
આ માટે સરકારે My MY Ration એપ તૈયાર કરેલ છે, જે આપ સોને સરળતાથી ગુગલ પ્લે સ્ટોર પથી મળી જશે. જેમાં તમને ઘણી બધી સેવાઓ મળી રેહશે, ઘણા ગ્રાહકો હજી આ સુવિધાથી અળગા હશે અથવાતો તેમને આના વિષે કોઈ જાણકારી નહિ હોય.
Ration Card E-KYC
MY Ration App દ્વારા ગ્રાહક તેમને મળવાપાત્ર જથ્થો તેમજ રસીદ પણ જોવા મળે છે. તેમજ રેશનકાર્ડને લગતી સેવાઓ જેમકે આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર E-KYC, અનલીંક મોબાઇલ, અનલીંક આધાર તેમજ અન્ય સેવાઓ ઘેર બેઠા આપને આપના મોબાઈલથી મળી રહેશે.
Ration Card E-KYC કઈ રીતે કરવું?
સ્ટેપ 1. MY Ration એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો.
સ્ટેપ 2. જે નામનું રેશનકાર્ડ છે તેમનો મોબાઇલ નંબર દાખલ કરો ત્યારબાદ OTP આવશે તેનાથી વેરીફાય કરો
સ્ટેપ 3. ત્યારબાદ પ્રોફીલમાં જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રેશનકાર્ડ લીંક કરો.
સ્ટેપ 4. આ કર્યા બાદ હોમપેજ પર જઈને આધાર E-KYC ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ 5. હવે એક નવો વિન્ડો ઓપન થયો હશે તેમાં આધાર ફેસ રીડર AadhaarFaceRD App ની લીંક આપેલ હશે તેને ડાઉનલોડ કરી લ્યો, તે મોબાઇલ ક્યાય શો થશે નહિ.
સ્ટેપ 6. ત્યારબાદ નીચે ચેક બોક્સ પર ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવો બટન પર ક્લિક કરવું.
સ્ટેપ 7. ત્યારબાદ નવી વિન્ડો ઓપન થશે જેમાં તમને તમે જે રેશનકાર્ડ લીંક કર્યું છે તેનો નંબર દેખાશે અને તેની નીચે એક કોડ આપ્યો હશે તે બાજુના ખાનામાં દાખલ કરો અને કાર્ડના સભ્યોની વિગત મેળવો બટન પર ક્લિક કરો.
સ્ટેપ 8. હવે એક નવો વિન્ડો ઓપન થયો હશે જેમાં રેશનકાર્ડમાં જે સભ્યોના નામ છે તે અહી દેખાશે અને દરેક નામ સામે E-KYC યસ કે નો દેખાશે.
સ્ટેપ 9. હવે જે નામ સામે નો લખેલું દેખાય છે તેને વેરીફાય કરવા માટે આધાર E-KYC માટે સભ્ય પસંદ કરો બટન પર ક્લિક કરો અને તેમાંથી નામ સિલેક્ટ કરીને આ સભ્યમાં આધાર E-KYC બટન પર ક્લિક કરો.
સ્ટેપ 10. હવે જે નવો વિન્ડો ઓપન થયો તેમાં સંમતી સામે ચેક બોક્સ પર ક્લિક કરીને OPT જનરેટ કરો બટન પર ક્લિક કરો અને ત્યારબાદ OTP દાખલ કરીને તેને વેરીફાય કરો વેફીફાય કરો.
સ્ટેપ 11. OTP દાખલ કર્યાબાદ આધારફેસ રીડર એપ ચાલુ થશે અને જે વ્યક્તિનું વેરીફાય કરવાનું છે તેની સેલ્ફી લેવી જે એક ગ્રીન કલરમાં રાઉન્ડ થવું જરૂરી છે (આંખને પલકાવી જરૂરી છે)
સ્ટેપ 12. ગ્રીન કલરનું રાઉન્ડ થઇ ગયા બાદ જે વ્યક્તિનું વેરીફાય કરશો તેની ડીટેલ આવશે ત્યારબાદ ચેકબોકસ પર ક્લિક કરીને સબમિટ કરી દયો, ત્યારબાદ સક્સેસફૂલ મેસેજ આવશે.
Ration Card E-KYC કરતી વખતે જે વ્યક્તિનું આધાર વેરીફીકેશન કરતા હોય ત્યારે કદાચ કોઈ એરર આવે તો થોડા સમય બાદ એક વાર ફરીથી ટ્રાય કરવી. અથવા તો એવું પણ બને છે કે આધારકાર્ડ માં કોઈ જુનો મોબાઇલ નબર દાખલ કરેલો હોય અને હાલ તમારી જોડે એ નંબરના હોય તો સૌ પ્રથમ તમારે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવો જરૂરી છે.
Post a Comment