CET Common Entrance Test Answer Key & Question Papers
CET Common Entrance Test Answer Key & Question Papers
તા.૩૦/૦૩/૨૦૨૪ના રોજ લેવામાં આવેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET)-૨૦૨૪માં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને જણાવવાનું કે, આ પરીક્ષાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તા.૦૬/૦૪/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજય પરીક્ષા બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ sebg.query@gmail.com પર ઇ-મેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે.જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ-અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે.રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૦૬/૦૪/૨૦૨૪ થી તા.૧૨/૦૪/૨૦૨૪
જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો/સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે. આવા આધારો રજૂઆત સાથે બિડવા ફરજિયાત છે. કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.
Post a Comment