Vikram Sarabhai Scholarship Scheme | Vikas Shishyvruti Yojna 2023 | વિકાસ શિષ્યવૃત્તિ
Vikram Sarabhai Scholarship Scheme પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.
Vikram Sarabhai Scholarship Scheme પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરતા હર્ષ અનુભવીએ છીએ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. આ વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
- દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓ કન્યોઓને આપવામાં આવશે.
- અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
- [ માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન ₹30,000/- અને ધોરણ 12 દરમિયાન ₹30,000/- હશે. ]
- પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.[ ધોરણ 9 માં ₹20,000/-, ધોરણ 10 માં ₹20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં ₹30,000/- અને ધોરણ 12 માં ₹30,000/-. ]શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) છે.
- અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવો જોઈએ.[માત્ર વર્ષ માટે 2022-23 ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.]
- વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 7 માં મેળવેલ ગુણ, તેમની આર્થિક સ્થિતિ અને સ્ક્રિનિંગ કસોટી, જે પીઆરએલ દ્વારા લેવામાં આવસે, તેમાં મેળવેલ ગુણ પર આધારિત રહેશે
- [ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 9(નવ) માં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે. બાકીની પસંદગી પ્રક્રિયા એક સમાન રહેશે.]
- અરજદારે શાળાના પ્રધાનઆચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
- વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે નહીં.
- શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
- શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક.
- શાળા સરકારી, અર્ધસરકારી કે ખાનગી છે તેની વિગતો.
- શાળાનું ભાષા માધ્યમ.
- શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં.
- અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઇએ કે વિદ્યાર્થીના પરિવારની બધા આવકના સ્ત્રોતો મળીને કુલ વાર્ષિક આવક રૂપિયા દોઢ લાખથી વધુ નથી. આ દાખલો નીચે દર્શાવેલા અધિકારીઓમાંથી કોઇ એક દ્વારા આપેલો હોવો જોઇએ.
- આવકના દાખલામાટે માન્ય અધીકારિઓ: તહેસીલદાર, મહેસુલ અધિકારી (મામલતદાર), એસ.ડી.એમ., તાલુકા મેજીસ્ટ્રેટ, કલેકટર, ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ, એ.ડી.એમ. કે તેમને સમકક્ષ.
Post a Comment